ગુજરાતમાં 6 દિવસમાં કોરોનાના 1147 કેસ| બનાસકાંઠામાં પશુપાલકોની હાલત કફોડી

2022-06-18 131

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં કોરોનાના 1147 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે.

બનાસકાંઠામાં ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે પશુઓને ખવડાવવાના ઘાસચારા, બાજરીના સૂકાપૂળાના ભાવમાં બમણો વધારો થતાં પશુપાલકોની સ્થિતિ વિકટ બની છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીની સમસ્યાને લઈને બાજરીનું ઉત્પાદન ઓછું થતાં ચાલુ વર્ષે બાજરીના ચારામાં એક પૂળાના ભાવમાં આઠથી દસ રૂપિયાનો વધારો થતાં પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી.